Posted by: readsetu | ઓક્ટોબર 5, 2018

કાવ્યસેતુ 88

दिव्य भास्करमें 2011 से प्रकाशित कोलम काव्यसेतुमें प्रकाशित दि. 285-2103   लेख 88

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 88  > 28 મે 2013

આખરી વેળાએ – લતા હિરાણી  

ઝાંઝવાના તેજ હિલ્લોળાય રે, ચાલો હવે !

સરવરો લોચન તણાં લોપાય રે, ચાલો હવે !

સાવ સોનલ સાંકળી શા દીસતાં બંધનો,

દોર કાચા ફેર સાબિત થાય રે, ચાલો હવે !

રૂપરંગોની હવામાં દોહ્યલા તલસાટ છે,

કુંભ અમ્રતનો અવરથ જાય રે, ચાલો હવે !

કલમ કાગળની વચ્ચે ઝૂલતું કલરવ સમું,

વણઝિલાયું રહી જતાં હિજરાય રે, ચાલો હવે !

શ્વાસના આવાગમનના છળ વચાળે હર કદમ,

દૂર ઝળહળ જ્યોત શું વરતાય રે, ચાલો હવે !………… મીનાક્ષી ચંદારાણા

 

ઊઘડતી સવાર જેવા શબ્દો અને પ્રતીકો લઇને આવતી મીનાક્ષી ચંદારાણાની ગઝલ બહુ સાંકેતિક અને સઘન રીતે મૃત્યુ ભણી જવાનો અણસાર આપે છે. મૃત્યુ જીવનનું સમાપન છે, શ્વાસની સમાધિ છે એટલે દુખદાયક છેઅહીં એના આથમતાં અજવાસને ઉત્સવની કક્ષાએ પહોંચાડવાનો પ્રયાસ છે. આપણા ધર્મોએ મૃત્યુને પુનર્જન્મનું માધ્યમ ગણ્યું છે. આત્માને અનંત કહી નવી શક્યતાઓ શણગારી છે પણ તો યે મૃત્યુ મૃત્યુ છે. મૃત્યુ પામેલા પ્રિય સ્વજનને અદેહી માનીએ તો પણ દેહનું મૂલ્ય જરાય ઓછું નથી. આત્માના શાશ્વતપણાને સ્વીકારીએ તો પણ દેહની વિદાયનો વસવસો જીરવવો બહુ અઘરો છે…..

કવયિત્રીએ જીવનના અંતની આખીયે ઘટનાને બહુ જ સુંદર શબ્દોમાં ઉદ્દાત બનાવવાનો સફળ પ્રયાસ કર્યો છે. જેને સ્વીકાર્યા વગર છુટકો નથી એવા મૃત્યુને આવકારી લેવું કે વધાવી લેવું સંતપણું છે. ખરી વિરક્તિ છે, સહજ ભાવ છે. અને એટલે આખીયે ગઝલ ખૂબ સ્પર્શી જાય છે. ઝાંઝવાના તેજ હિલ્લોળાય રે, ચાલો હવેશબ્દોની ગુંથણી વિરોધને સાંકળીનેય કેવો પરમ પ્રવાસ ખેડે છે !!

આખીયે ગઝલમાં રદ્દીફ છે, ચાલો હવે’.. જે આજની અવસ્થાને છોડીને જવાનો સતત સંકેત પ્યા કરે છે. ને રદ્દીફની આગળ લાગ્યા કરતો રેશબ્દ મીઠો કાઠિયાવાડી લહેકો ગઝલને લયમાં વહેતો તો કરે છે સાથે સાથે ગઝલમાં રેલાયેલા મૃત્યુના ભારને હળવો પણ કરી દે છે.. જાણે જીવન એક રાસ છે અને રમ્યા કરતાં શ્વાસને હવે મુક્ત કરી દેવાનો છે !!  નીકળી પડવાનું છે નવા મુકામે, પણ અગોચર અંધારું નથી..ઝળહળ જ્યોત છે. અદીઠ છે પણ અજાણ્યું નથી. ત્યાં ભય નથી.. પુનર્જન્મનો પ્રકાશ એમાં સમાયેલો છે.  મૃત્યુ છે પણ વિષાદ નથી..આનંદ જ આનંદ છે.

એક જીવન જે હવે અનંતની યાત્રાએ નીકળી પડવાનું છે અને બચેલી ક્ષણોમાં એ શું અનુભવે છે એ દર્શાવવાનો કવિએ પ્રયાસ કર્યો છે. પ્રથમ શેરમાં લોચનોને સરોવરો સાથે સરખાવ્યાં છે જે કેટલું ઉપયુક્ત છે ! અંતિમ ક્ષણે એ બિડાતાં જાય છે અને જે સંબંધો જીવનભર સોનાનાં લાગ્યાં એ હવે કાચા દોરાના તાંતણા સાબિત થયા છે..જીવન સદા ધૂપછાંવમાં, રૂપરંગોમાં રમતું રહ્યું, જીવવાના હજુયે તલસાટ તો હવામાં ભર્યા જ છે… મૃત્યુ કોને સ્વીકાર્ય બને છે ? પણ ગયા વગર છૂટકોયે નથી.. અહીં ધૂપછાંવ શબ્દ જીવનની એવી ગતિવિધીનો સંકેત કરે છે કે કેવું સરસ જીવન ઇશ્વરે આપ્યું હતું પણ જાણે આ આખો અમૃતનો કુંભ એળે ગયો, મૃત્યુ સમયે જો એટલી સજાગતા હોય તો દરેક સામાન્ય માનવીની આવી જ આખરી અનુભુતિ ન હોય !! 

જીવનમાં મજાનું, સુગંધી પણ છે. ભલે સંત ન બની શક્યા કે જીવનને એવું ન અજવાળી શક્યા.. તદ્દન સામાન્ય થઇને જીવી ગયા તોયે જીવનમાં કેટલુંય એવું છે જે નથી બોલાયું, નથી લખાયું પણ છે ખુશ્બોદાર ! કાશ એ સમયસર ઝીલી શકાયું હોત તો !! કાશ એ વ્યક્ત થઇ શક્યું હોત તો !! સારા ભાવોની ખોટ નહોતી પણ વ્યક્ત કરવાનું જ ચૂકી જવાયું. હવે મન હિજરાય છે કેમ કે એ બધું છોડીને ચાલી જવાનું છે…

આખી જિંદગી ભલે સાથે રહ્યો ને તોયે છેતરામણો રહ્યો… આ શ્વાસનો હવે બિલકુલ ભરોસો નથી લાગતો..  બંધ આંખોમાં એના પગલે પગલે દૂર ઝળહળ જ્યોત જેવું કંઇ વરતાય છે. એ શાની છે ? અંતિમ પડાવની છે ?

અતિ નજાકતથી ગુંથેલી આ આખીયે ગઝલ મૃત્યુની અત્યંત નિકટતાનો અને જીવનની નિરર્થકતાનો તો સાથે સાથે એમાં સમાયેલા સનાતન સત્યનોય અનુભવ કરાવે છે.

 

 

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: