Posted by: readsetu | ઓક્ટોબર 8, 2018

કાવ્યસેતુ 89

दिव्य भास्करमें 2011 से प्रकाशित कोलम काव्यसेतुमें प्रकाशित दि. 4-6-2013    लेख 89

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 89 > 4 જુન 2013

હરિનામ છે હૈયે રે – લતા હિરાણી         

પરભાતે પરબીડિયાં પહોંચે, ઓચ્છવ થાય હરિનામનો

હરિવરજીનો કાગળ છે ને, કાગળ મારા નામનો

પરબીડિયું હું ખોલું નહી પણ છાંટુ કંકુ ચોખા રે

હું મારામાં ડોલું એવી આવે હવાના ઝોકા રે

મોકા આપ્યા મોહનજીએ કાગળ ગોકુળ ગામનો

પરભાતે પરબીડિયાં પહોંચે, ઓચ્છવ થાય હરિનામનો…..

હરિવરના અક્ષર તો જાણે કુંજગલી લઇ જાય રે

હરખના આંસુ સૂર થઇને આંખોથી વહી જાય રે.

સાંવરિયા સાથેનો સંબંધ કેવળ મારે કામનો

પરભાતે પરબીડિયાં પહોંચે, ઓચ્છવ થાય હરિનામનો…………… અનિલા જોશી

અનિલા જોશીના હરિગીતનો લય મજાનો છે. ગીતના પ્રાસ ઉપરાંતરેકારનો પ્રભાવ એવો છે કે ગીત ગાવાનું મન થઇ જાય. અનેક કવિઓએ હરિગીતો લખ્યા છે, ક્યાંક વિરહભાવ તો ક્યાંક રિસામણામનામણાં. ક્યાંક શૃંગારરસ તો ક્યાંક નર્યું પ્રેમનું નિવેદન. અનેક હરિગીતોમાંનુ એક.

અહીં કવયિત્રીને પોતાના અને હરિના અનોખા પ્રેમની વાત કરવી છે અને કાગળને પ્રતીક બનાવીને ગીત રચે છે. કંઇક પ્રાર્થનાના અંદાજમાં લખાયેલી વાત છે એટલે શરૂઆત પ્રભાતથી થાય છે. સવાર સવારમાં ભજન કીર્તનથી દિવસની શરૂઆત થાય અને હરિનામની હેલી લાગે, ઉત્સવ થાય. કવયિત્રી કહે છે, હું હરિને યાદ કરું એવું નહીં પણ હરિ યે મને યાદ કરે, મારા નામનો પત્ર લખે ને મને ધન્ય કરી દેવાત એકપક્ષી નથી. હું તો એમને પ્રેમ કરું છું પણ એય મને એટલો પ્રેમ કરે છે. જ્યારે હરિવર ખુદ કાગળ લખે ત્યારે મન:સ્થિતિ કેવી હોય ? કહે છે, પરબીડિયું ખોલતાં પહેલાં હું એનું કંકુચોખા છાંટીને સ્વાગત કરું છું. ખુશીના માર્યા હાથ ને હૈયું ધ્રુજે છે….. હવાના ઝોકા એવા આવે છે કે હું મારામાં ડોલ્યા કરું. ખરી વાત તો છે કે ડોલન હવાને કારણે નથી, આનંદમાં ને આનંદમાં મન ડોલે છે. મોહને કેવો અદભુત મોકો આપ્યો, એની કેવી અસીમ કૃપા વરસી કે ગોકુળ ગામથી કાગળ સીધો મારી પાસે આવ્યો !! 

હવે પરબીડિયું ખોલવાની વાત આવે છે. હરિવરના અક્ષર કવયિત્રીને સીધા કુંજગલી લઇ જાય છે ને પરિણામ સ્વરૂપ એની આંખોમાંથી હરખના આંસુ પૂર થઇ વહી જાય છે. આગળ કહે છે મારે માત્ર સાંવરિયા એટલે કે હરિવર સાથેનો સંબંધ કામનો છે. સિવાય સંસારના સંબંધોમાં મને કોઇ રસ નથી. કાવ્ય એકદમ સીધુંસાદું છે અને એનું ભાવજગત પણ એટલી સરળતાથી ઉઘડે છે. અહીં એટલે કે કાવ્યમાં તો કવયિત્રીને હરિવરનો કાગળ મળી ચૂક્યો છે ને એનો આનંદ છલકાય છે.

આ ગીતમાં ભક્તિભાવનું જ પ્રાધાન્ય વર્તાય છે બાકી રાધા-કૃષ્ણના નામે અનેક કાવ્યો લખાયા છે જે અંગત પ્રણય ભાવનાઓને વ્યક્ત કરતા હોય…પ્રેમમાં જ્યારે ઊભય પક્ષે સરખી તન્મયતા હોય, સરખી ઉત્કટતા હોય ને સરખી લગની હોય ત્યારે સમગ્ર વિશ્વ કંઇક અનોખું જ બની જાય છે. અહીંયા મને કવિ શ્રી રમેશ પારેખનું ગીત જરૂર યાદ આવે છે,

કે કાગળ હરિ લખે તો બને

અવર લખે તે એકે અક્ષર ઉકલતા નથી મને

મોરપીંછનો જેના ઉપર પડછાયો ના પડિયો

શું વાંચુ કાગળમાં જે હોય શાહીનો ખડિયો ?

પરબીડિયું શું ખોલું જેની વાટ હો આંખને ?….

મીરાં કેપ્રભુ શ્વાસ અમારો કેવળ એક ટપાલી

નિશદિન આવે જાય લઇને થેલો ખાલી ખાલી

ચિઠ્ઠી લખતાંવેંત પહોંચશે સીધી મીરાં કને

 

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: