Posted by: readsetu | ઓક્ટોબર 11, 2018

કાવ્યસેતુ 90

दिव्य भास्करमें 2011 से प्रकाशित हो रही मेरी कोलम काव्यसेतुमें प्रकाशित दि. 116-2103   लेख 90       

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ  90 > 11 જુન 2013

સ્ત્રી છે, છે ?લતા હિરાણી

સ્ત્રી દેવી છે, સ્ત્રી માતા છે, સ્ત્રી દુહિતા છે

સ્ત્રી ભગિની છે, સ્ત્રી પ્રેયસી છે, સ્ત્રી પત્ની છે

સ્ત્રી ત્યાગમૂતિ છે, સ્ત્રી અબળા છે, સ્ત્રી સબળા છે

સ્ત્રી નારાયણી છે, સ્ત્રી નરકની ખાણ છે,

સ્ત્રી પ્રેરણામૂર્તિ છે, સ્ત્રી રહસ્યમયી છે,

સ્ત્રી દયાળુ-માયાળુ છે, સ્ત્રી સહનશીલ છે, સ્ત્રી લાગણીપ્રધાન છે,

સ્ત્રી ડાકણ છે, સ્ત્રી ચુડેલ છે, સ્ત્રી પૂતના છે

સ્ત્રી કુબ્જા છે, સ્ત્રી મંથરા છે,

સ્ત્રી સીતા છે ને સાવિત્રી છે સ્ત્રી..

સ્ત્રી સ્ત્રી સિવાય બધું જ છે

સ્ત્રી મનુષ્ય સિવાય બધું જ છે…. જયા મહેતા

પુરુષોના પ્રભુત્વવાળી આ કઠોર દુનિયામાં સ્ત્રી એટલે શું  ? એની ઇચ્છા મુજબ નાચતી કઠપુતળી. જ્યારે પુરુષને જે જરૂરી લાગે તે પ્રમાણે વર્તે એ સ્ત્રી. કેટકેટલી વાતો સ્ત્રી માટે કહેવાઇ છે !! એ દેવી છે, માતા છે અને દુહિતા છે. પત્ની, પ્રેયસી કે ભગિની સ્વરૂપમાં એનું કામ તો પુરુષની જરૂરિયાતો સંભાળવાનું ખરું જ !! એકબાજુ એને નારી તું નારાયણી કહીને નવાજે છે તો બીજી બાજુ એને માટે જ ‘નારી નરકની ખાણ’ !! જેવા અત્યંત નિકૃષ્ટ શબ્દો પણ એ વાપરી શક્યો. સહનશીલતાની મૂર્તિ સ્ત્રીને ડાકણ, ચુડેલ કે પુતના બનાવનાર પણ પુરુષ… ખેર, આ વિશેષણોનો કોઇ અંત નથી….કવિતા અહીં નથી.. આ તો બધાં વિધાનો છે.

ખરી વાત હવે પછી શરૂ થાય છે. કવયિત્રી કહે છે, સ્ત્રી સ્ત્રી સિવાય બધું જ છે. સ્ત્રી મનુષ્ય સિવાય બધું જ છે !! આખાયે ગદ્યકાવ્યનો આ અત્યંત ચોટદાર અંત છે. શા માટે સ્ત્રીને માત્ર એક મનુષ્યના સ્વરૂપમાં નથી સ્વીકારવામાં આવતી ? શા માટે એના અસ્તિત્વને કોઇ લેબલ વગર નથી સ્વીકારવામાં આવતું ? એના જીવનની વિડંબના અહીં જ છે. એ સફળ જાય કે નિષ્ફળ, એને હક છે પોતાની રીતે જીવવાનો  અને મોટેભાગે એની પાસેથી આ હક છીનવી લેવામાં આવે છે. કાં તો એને દેવીના આસને બેસાડી દેવામાં આવે છે, એ એટલી ઊંચે ગોઠવાઇ જાય છે કે એને ધરતી પર કદમ રાખવા મુશ્કેલ બને છે. પોતાની નાની નાની ઇચ્છાઓને આ આસન પરથી ખંખેરી દેવી પડે છે. અથવા તો એ પગલૂછણિયું બની સૌની નીચે કચડાતી રહે છે. એટલે એને પોતાની ઇચ્છા મુજબ જીવવા જ નથી મળતું…..

શા માટે એને કોઇને કોઇ ચહેરો ઓઢીને જ ફરવું પડે છે ? મને અહીં પુષ્પા વ્યાસની પંક્તિઓ યાદ આવે છે.

બહારથી આવીને બહારનો ચહેરો બારસાખે ટાંગી દીધો

ઘરમાં આવી ઘરનો ચહેરો ડામચિયેથી કાઢી લીધો…

અલબત્ત અહીં આ વાત જરા જુદા અર્થમાં કહેવાઇ છે પણ ઉપરના કાવ્યમાં કવયિત્રી કહે છે એ વાત સ્ત્રીને સતત પોતાની રીતે જીવવા નહીં મળવાનો સંતાપ છે. એની પાસેથી અલગ અલગ સમયે અલગ અલગ માપદંડો રજૂ થયા જ કરે છે અને મને કે કમને એણે એના વશ થવું પડે છે. ક્યારેક તો એને પોતાનેય ખબર નથી પડતી કે આદર્શોની હોડમાં એ પોતાની જાતને શા માટે હોમી દે છે ? શા માટે એ પોતાના વ્યક્તિગત સ્વાતંત્ર્યની ઝલક સરખી ભોગવવાની ઇચ્છા નથી રાખતી ?

સરવાળે એની પરિસ્થિતિ લગભગ બધે જ એકસરખી છે…

તમે સ્ત્રી હો કે પુરુષ, તમારી અને આજુબાજુની પરિસ્થિતિ કેવી છે ? એમાં કંઇ બદલાવ શક્ય છે ?

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: