Posted by: readsetu | ઓક્ટોબર 17, 2018

કાવ્યસેતુ 94

दिव्य भास्करमें 2011 से प्रकाशित हो रही मेरी कोलम काव्यसेतुमें प्रकाशित दि. 97-2103   लेख 94       

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 94 > 09 જુલાઇ 2013

હું અને તું – લતા હિરાણી

ટીપું થઇને મળતો તું, હું એમાં આભ નિતારું

વાદળની નાભિની વચ્ચે, ઝીણાં ઝાકળ ઠારું

અંગત અંગત વિશ્વાસો, નિશ્વાસો અંગત અંગત

અંગત દિવસો અંગત રાતો, શ્વાસો અંગત અંગત

એક જગત મારું, એક તારું, એક નીડ સહિયારું….

નભની નીચે દરિયો એના તળિયે ઊભા પ્હાડ

કાંઠે રાતી કૂંપળ એમાં લીલાં ઝૂલે ઝાડ

મધરાતે ઊગતો સૂરજ, મઝધારે ખૂલતું બારું………… સોનલ પરીખ

કવયિત્રી સોનલ પરીખની આ કવિતાનું શિર્ષક છે ‘હું અને તું’. વાત દામ્પત્યની લાગે છે. સુખ અને દુખ, આશા અને નિરાશા, પ્રેમ અને નિસાસાના તાણાવાણા આ કાવ્યમાં એટલી નાજુક રીતે વણાયેલા છે કે ઉપરછલ્લી રીતે સુખી દેખાતા મોટાભાગના દામ્પત્યની આવી મિશ્ર સંવેદનાની અનુભૂતિની રજુઆતને સલામ કરવી પડે..

શિર્ષક જ બતાવે છે કે વાત નાયક નાયિકાની છે. એ પતિ-પત્ની હોય કે પ્રેમી-પ્રેમિકા પણ હોઇ શકે. આપણે તો નિસ્બત એમાં વ્યક્ત થતી લાગણીની ઊંડાઇ સાથે છે. ‘ટીપું થઇને મળતો તું, હું એમાં આભ નિતારું’.. નાયકનું મળવાનું કે પછી એની લાગણી નાયિકાને કેટલી ઓછી પડે છે અને તોય એ એમાં દરિયો માનીને સંતુષ્ટ રહેવા પ્રયાસ તો કરે જ છે. ટીપામાં દરિયો શોધવો કે વાદળમાંથી ઝાકળના બુંદને સ્પર્શવા પ્રયાસ કરવો.. વાત તો એ જ છે.. બહુ ઓછું પડે છે, બહુ અધૂરું લાગે છે પણ એને સુખ માનીને ચાલવાનો કોઇ વિકલ્પ નથી…

મનમાં ને મનમાં વિશ્વાસના દોરને સાંધી રાખવાનો છે ને એમ જ નિશ્વાસો પણ સમાવી લેવાના છે. આ પંક્તિઓ કદાચ એમ સૂચવવા માગે છે કે બધી જ લાગણીઓ છે, સાથ છે પણ કંઇ સહિયારું નથી. એનો સ્પષ્ટ નિર્દેશ પછીની પંક્તિઓ બતાવે છે. મારું એક જગત છે ને તારું અલગ. નીડ ભલે સહિયારો હોય પણ ત્યાં એથી વિશેષ કંઇ જ સહિયારું નથી. એક છત નીચે રહેતા અલગ અલગ પ્રાણ…

આ જ ભાવ આગળ વધે છે. આકાશ નીચે દરિયો તો છે પણ એના તળિયે પહાડો ઊભા છે. ઉપરથી દરિયો એક લાગે છે પણ નીચેના પહાડ કોને દેખાય છે ? એ મતભેદોના છે, મનભેદોના છે. એ વાગે છે, ક્યારેક લોહીલુહાણ કરી મૂકે છે પણ ઉપરનો દરિયો બસ ઉછળ્યા રાખે છે. જુઓ, પહાડ શબ્દ પણ બહુ મહત્વનો છે. અર્થાત વાત નાનીસૂની નથી. લોકોને તો એના કાંઠાની રાતી કૂંપળ કે લીલાં ઝાડ દેખાય… અંદરનું કોઇ નથી જાણતું. સંતાપ ઊગે છે મધરાતે, પજવે છે ને પીડે છે મધરાતે ને મઝધારે રસ્તો શોધવાનો નિષ્ફળ પ્રયાસ… અહીંયા મધરાત કે મઝધાર એ શરીર સંબંધની મજબૂરીના પ્રતીક પણ હોઇ શકે. આ જીવનની વાસ્તવિકતા છે !! મોટાભાગના દામપત્ય જીવનની સચ્ચાઇ છે.

લગ્ન પછી થોડાંક વર્ષો સુધી ઊછળતી રહેલી પ્રેમની ભરતીમાં ઓટ આવે છે અને સંબંધનું સૂક્કાપણું ખાસ કરીને સ્ત્રીને વધારે કનડે છે. અલબત્ત્ત આ બંને પક્ષે હોઇ શકે પણ સ્ત્રી વધારે સંવેદનશીલ હોઇ એના માટે આ સ્વીકારવું જરા અઘરું થઇ પડે છે. જો કે એની પાસે પછી ફરિયાદ કરવાના શબ્દો ય નથી રહેતા. ઘર, બાળક અને વ્યવસાય હોય તો એ – બસ એ એમાં પરોવાયેલી રહે છે કે રહી શકે છે પણ અંદર અંદર આવી કંઇક પીડા એનામાં જાગ્યા કરે છે, ઊથલો માર્યા કરે છે, એનું કવયિત્રીએ ખૂબ સરસ નિરૂપણ કર્યું છે. એક સ્નેહભૂખી સ્ત્રીની મનોવ્યથાને આબાદ રીતે કંડારી છે અને જોવાની વાત એ છે કે પીડાની સાથે પોતાના મનને એ જે સમાધાન આપી દે છે એ પણ બતાવ્યું છે. કોઇ આક્રોશ નહીં, કોઇ વિદ્રોહ નહીં, આમ જુઓ તો ફરિયાદ પણ નહીં, બસ જે છે એનું નિરૂપણ… પરિસ્થિતિની વિડંબના અને એનો સ્વીકાર પણ… 

 

 


Responses

  1. Respected, why you stoped new one

  2. મારા લેખો નિયમિત વાંચવા બદલ અને પ્રતીભાવ આપવા બદલ ખૂબ ખૂબ આભાર નરેનભાઈ.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: