Posted by: readsetu | ફેબ્રુવારી 18, 2019

સમય કાવ્ય 1

કવિતા સામયિકના જાન્યુઆરી- ફેબ્રુઆરી 2019 અંકમાં પ્રકાશિત મારા પાંચ સમયકાવ્યોમાનું પ્રથમ.

1.

સમય વહે છે, વહ્યા કરે છે

એવું લોકો કહે છે

પણ

સમય ક્યારેક વિરામ લે છે

ક્યાંક અટકે છે

ઠરીને, પલાંઠી વાળીને બેસી પણ જાય છે.

એ જ્યાં સ્થિર થાય

ને એની આંખોમાં આખો યુગ છલકાય

એનું નામ અશોક, ગાંધી, સરદાર…….

એ જ્યાં સ્થિર થાય

ને ગાય

એનું નામ નરસિંહ, નાનક, કબીર, મીરાં…..

એ જ્યાં સ્થિર થાય

સમાધિસ્થ બને

ને એના શ્વાસના લયમાં

પૃથ્વી પર વાયુ વાય

એનું નામ વ્યાસ, વાલ્મિકી….. 

હા,

સમય વહે છે

પણ વહ્યા જ નથી કરતો…..

આ નામોના ઉગેલા ઘટાટોપ વૃક્ષો

લહેરાતા રહે છે

ને સદીઓ વીતી જાય છે

વહેતો સમય

એની છાંયમાં

સાંય સાંય મલકાય છે …………… લતા હિરાણી   કવિતા > જાન્યુ. ફેબ્રુ. 2019

……….

Advertisements

Responses

  1. સમય ભુલાવે ભાન, એવું કહો છો મારા ભાઇ!
    હતા કદીયે ભાનમાં? તે ભુલીયે પાછા ભાઇ?

    સમય સમયની બલિહારી છે, એવું કહો છો ભાઇ!
    સમય આવે ને મન ઊઠે, એમેય બને છે ભાઇ!

    સમય વર્તે સાવધાન, તે ભારી બંકા ભાઇ !
    શેરને ય માથે સવાશેર છે, તે પણ સાચું ભાઇ!

    સમયનાં વાજાં સમયે વાગે, તે તો સાચું ભાઇ!
    સંકટનાં પડઘમ ના શમતા, તેનું શું કરવું ભાઇ?

    સમય જતાં સહેવાશે, એવું કહો છો ભાઇ!
    પણ મારા દિલની આ ઊલઝન, શેં કદિ ન ઊલઝે ભાઇ?

    કોઇને માટે નથી અટકતો, સમય તે સાચું ભાઇ!
    પગલે પગલે અટકાવી દે, તેનું શું કરવું ભાઇ?

    શ્વાનનો ય સમય આવશે, એવું કહો છો ભાઇ!
    રાહ એની શેં જોવી? મુજને સમઝાવો ભાઇ!

    ક્યારે ય કોઇનો થયો નથી, આ સમય, મારા ભાઇ
    ખયાલ બદલું તો તને ય નાથું, એ પણ સાચું ભાઇ!

    સમય સમય બલવાન છે, તે તો સાચું ભાઇ!
    પણ નિર્બલકે બલ રામ છે, તે પણ સાચું ભાઇ!

  2. ખૂબ ગંભીર વાતની સાવ હળવાશથી રજૂઆત સુરેશભાઇ !


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: