Posted by: readsetu | ફેબ્રુવારી 19, 2019

કાવ્યસેતુ 368

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 368 > 19 ફેબ્રુઆરી 2019

હું ને મારી ભાષા – લતા હિરાણી  (મૂળ લેખ)  

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત! – અરદેશર ખબરદાર

વાત મારી જેને સમજાતી નથી; ગમે તે હોય ગુજરાતી નથી.! ખલીલ ધનતેજવી.

 

નરસીં જાણે ધ્રૂવ તારક ને મીરાંબાઈ છે મીનપિયાસી,

પાઘડિયુંના વળની વચ્ચે શોભી ઉઠે ગુર્જરવાસી. – રક્ષા શુક્લ

અગિયારમી ફેબ્રુઆરીએ માતૃભાષાદિન ગયો અને 21 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષાદિન છે અને આજે આપણે બંનેની વચ્ચે છીએ. એવું થતું રહે છે કે આવા દિવસોએ જે તે બાબત યાદ કરીને પછી વર્ષભર એને ભૂલી જઈએ પણ સાવ એળેય નથી જતું. નિમિત્તે જે કાર્યક્રમો થાય છે, આયોજનો થાય છે ક્યાંક અસર જરૂર છોડી જાય છે. બીજી બાજુ માતૃભાષા અભિયાન, ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ, ગુજરાતી લેક્સીકોન, માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન જેવી સંસ્થાઓ ; લયસ્તરો, રીડ ગુજરાતી, અક્ષરનાદ, ટહૂકો  જેવી વેબસાઇટ આપણી ભાષાને ધબકતી રાખવામાં મોટો ફાળો આપી રહ્યા છે. આમ ગુજરાતી ભાષાને બચાવવાના ધીંગા પ્રયત્નો થઈ રહ્યા છે પણ એથી આપણી ભાષા બચશે ખરી ? સવાલ ઊભો રહે છે ! નાના બાળકોની મમ્મીઓને કહેતા સાંભળીએ કેજો બેટા, સામે કેવું ગ્રીન ટ્રી છે ! બાજુમાં નાઇસ રેડ ફ્લાવર્સ છે !’ ત્યારે વાત ચોક્કસ ગમે કે બાળકને પ્રકૃતિ પ્રત્યે જાગ્રત કરે છે, સાથે સાથે એમ થાય કેબહેન, તેં તારા સંતાનને ઈંગ્લીશ મીડિયમમાં ભણવા મૂક્યું છે એટલે ટ્રી, રેડ, ફ્લાવર્સ’ જેવાં શબ્દો શીખવાનું છે, તું તો એને વૃક્ષ, લાલ, ફૂલ જેવાં શબ્દો બોલતાં શીખવાડ !’ બાળકનેસૂરજદાદા, ચાંદામામા’ જેવા શબ્દો શીખવવામાં આપણે માત્ર ભાષા નહી, એનામાં આપણી સંસ્કૃતિ અને પ્રકૃતિના તત્વો પ્રત્યેની ભાવના પણ રેડીએ છીએ. તત્વસન કે મૂન’ શબ્દોમાં ક્યાંથી આવવાનું ? માતૃભાષાનું ભાવિ ધૂંધળું છે .

હરદ્વાર ગોસ્વામી કહે છે – ‘એના કરતાં હે ઈશ્વર દે મરવાનું, ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું ?’ આજની ભેળસેળવાળી ગુજરાતી ભાષા સાંભળીએ ત્યારે વાત સાચી લાગે. આપણી ભાષા બોલવામાં થોડું વધુ જીવશે પરંતુ લખવાવાંચવામાં ક્યાં સુધી ટકશે વિચારવું પીડા આપે છે. અભ્યાસના માધ્યમની વાત છોડો ; દુકાનો, જાહેરાતો, સરકારી સૂચનાઓ, અરે ઘરો પર લગાવેલ નામની તકતીઓ પણ અંગ્રેજીમાં હોય છે. ઘરની બહાર નીકળીએ અને ચારે બાજુ અંગ્રેજી વાંચવા મળે ! સમગ્ર પ્રજાની માનસિકતા બતાવે છે અને એનું ચલણ વધતું જાય છે. માબાપ ઓછું ભણેલા હોય, મજૂરી કરતાં હોય તોય એમને પોતાના સંતાનોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવા છે. બાળક કેવી કફોડી હાલતમાં મુકાશે એની સમજ માબાપ પાસે નથી.

પ્રખર ચિંતક શ્રી ગુણવંત શાહ કહે છે,અંગ્રેજીનો વિરોધ કરનાર મૂર્ખ છે પણ માતૃભાષાનો વિરોધ કરનાર મહામૂર્ખ છે.’ અંગ્રેજી વગર હવે ચાલે નહીં, એક વિષય તરીકે બાળકને સારું અંગ્રેજી આવડવું જોઈએ એકદમ સાચું પણ પ્રાથમિક શાળાઓનું માધ્યમ માતૃભાષા હોવું જોઈએ એવું ભાષાશાસ્ત્રીઓ અને ભાષાવિજ્ઞાનીઓ પણ કહે છે. વિશ્વના અનેક વિકસીત દેશોમાં પ્રાથમિક શિક્ષણ એમની પોતાની માતૃભાષામાં અપાય છે.

કવિ ભાગ્યેશ જહા કહે છે, ગુજરાતી મારી મા છે, હિન્દી મારી માસી છે, સંસ્કૃત મારી દાદીમા છે અને અંગ્રેજી મારા પડોશમાં રહેતી રુપાળી, વિદેશી અને વિદુષી નારી છે..હું બેસતા વર્ષના દિવસે વિદેશિનીને પગે લાગી પાંચસો ડૉલર લઉં પણ મને ઉંઘ ના આવે તો હાલરડું તો મારી મા એટલે કે ગુજરાતી ગાય અને મને પેટમાં દુઃખે તો બેટા, સુંઠઘીગોળ ખાઇ લે એવું તો મારી દાદીમા એટલે કે સંસ્કૃત કહે એવા ભાષાભિમાન સાથે જીવવું છે

નોબલ પ્રાઇઝ વિનર લેખક આઇઝેક બાસેવિક સિંગરને કોઈએ પૂછ્યું કે તમે મૃતપ્રાય થતી જતી યીડીશ ભાષામાં કેમ લખો છો ? એમનો જવાબ હતો કે મને એક ભાષા બરાબર આવડે છે, જેમાં હું પૂરેપૂરો ઠલવાઈ શકું. યીડીશ મારી માતૃભાષા છે અને મા ક્યારેય મરતી નથી. યુનોનો એક બાળ અધિકાર એમ કહે છે કે બાળકને ભાષામાં ભણાવવા જોઈએ જે ભાષા તેના માતાપિતા, ભાઈ બહેન, દાદાદાદી બોલતાં હોય. દૃષ્ટિએ જોતાં બોલીઓને પણ આમાં સાંકળવી પડે. કચ્છી બોલી કે ઉત્તરદક્ષિણ ગુજરાતના છેવાડાના આદિવાસીઓની બોલી બોલતા બાળકોને ગુજરાતીમાં ભણવું કેટલું અઘરું લાગે ?

કવિ વિનોદ જોશીની આ પંક્તિથી મારી વાત પૂરી કરીશ.

વાતથી ગજ ગજ ફૂલે છાતી; હું ને મારી ભાષા બન્ને ગુજરાતી.!

 

 

 


 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 


Responses

  1. નકામી ચર્ચા. જ્યાં સુધી વિચાર અને સપનાં ગુજરાતીમાં આવે છે, ત્યાં સુધી ચંત્યા નથી !

  2. આઇયાં ગુજરાતમાં ર્યો તો ખબર પડે…. બાકી ચંત્યા કર્યે કાઇ વળે એમ નથી ઇ હાચું.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: