Posted by: readsetu | ફેબ્રુવારી 26, 2019

કાવ્યસેતુ 369

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 369 > 26 ફેબ્રુઆરી 2019

એકલતાનું ગીતલતા હિરાણી

આંખે ઝાંખપ ઊતરવાની ઉંમરે મૃગજળ આંજી બેઠાં..

હાય ! અમે શું માંડી બેઠાં ?

ચેતવ્યો એક ચૂલો પંડે.. આતશને સંકોરીફૂંકી,

આંધણ મૂકી પળ પળ ઓર્યા, હવે જાઉં ટાણું ચૂકી.

કરવોતો કંસાર અને રેતી શાને રાંધી બેઠાં ?

હાય ! અમે શું માંડી બેઠાં ?

ઘીના લથબથ વાસણમાંથી કાઢું કેમ કરી ચીકાશ ?

આંખોના ખારાં, ઊનાં પાણીની ફાવી ના ભીનાશ.

છેવટ રેતી રગદોળીને હૈયું ઘસઘસ માંજી બેઠાં !

હાય ! અમે શું માંડી બેઠાં ?   ~~~ કુમાર જિનેશ શાહ

પડખામાં પથરાયેલ ને વિસ્તરતી જતી શૂન્યતા ધીમે ધીમે પાંસળીઓમાં પ્રવેશવા માંડે ત્યારની પીડા અનુભવ વગર સમજાય. જીવનની એક એક ક્ષણોમાં પ્રસરી ગયેલી એકલતાને સમાજ તરફથી, પરંપરા તરફથી જે મળે છેપ્રેમના ઊંચા આદર્શો, સ્મરણ સામીપ્યની વાતો કે ઈશ્વરની ઇચ્છાનો સ્વીકાર ને એના ચરણે સમર્પણના સંદેશશરૂઆતના  નતમસ્તક સ્વીકાર પછી દિવસે દિવસે વકરતી જતી વેદના સામે સાવ ફીકા અને અસ્વીકાર્ય લાગે છે. પ્રવૃત્તિના પહાડ પણ એ ખાઈને ભરી શકતા નથી. ઈશ્વર હાજરાહજૂર છે, પોકારો ને પ્રગટ થાય છે વાતો વિચારને હૂંફ આપે, હૃદયને નહીં. કક્ષા જગતમાં જીવતા સાધારણ મનુષ્યની નથી. એને તો જોઈએ આંખ સામે ઉભેલું એક જીવતુજાગતું વ્યક્તિત્વ, જે એનો હાથ પકડીને કહી શકે, હું તારી સાથે છું. અથવા આવા કોઈ શબ્દો વગર પણ રોમેરોમમાં એક અનુભૂતિ પ્રસરાવી દે કે હું તારી સાથે છું.

સાથની ઝંખના માણસમાત્રમાં તીવ્રતાથી ફેલાયેલી હોય છે એટલે જીવનસાથીને ઝંખે છે. લગ્ન અંગે ગમે તેટલા ટૂચકાઓ બને છતાંયે સેંકડો, હજારો લગ્નો આપણી આસપાસ થતાં રહે છે. બને એવું કે અમુક સમયે સાથ ઝાંખો ને ફિક્કો ભાસે પરંતુ એના તંતુ ક્યાંક મૂળથી એવા જોડાયેલાં હોય છે કે માણસની પોતાનીય જાણ બહાર અંદર સાથ સચવાઈને રહે છે. જે તંતુ જીવનમાં આમ હાશ પ્રગટાવતા હોય, તંતુ જીવનસાથીના ચાલ્યા જવા પછી પીડાના જંગલ પેટાવવા માંડે. પરંપરા અને લોહીમાં વહેતા સંસ્કાર એનો નાશ કરવા મથે પણ નથી નાશ પામતાં. જે સાવ હૃદયથી નજીક હતા એવા સંતાનો પણ પોતાની એકલતાના વર્તુળથી ક્યાંય દૂર અનુભવાય છે કેમ કે હવે એનું પોતાનું નવું વર્તુળ બની ચૂક્યું છે. એનાથી અધકચરો સધિયારો મળે છે પણ એકલતાની ખાઈમાં કોઈ પોતાની સાથે હોવાનું અનુભવાતું નથી.

આવે સમયે એક પ્રૌઢાના હૃદયમાં કોઈના માટે લાગણીના અંકુરો પલ્લવિત થાય છે અને એનામાં જન્મથી રેડાયેલું  સંસ્કારનું પ્રવાહી એને કોરીધાકોર કરવા પછાડા ખાય છે –  ના, થાય !! એની કોતરાયેલી બુદ્ધિ બોલી ઉઠે છે, હાય ! ઉંમરે અમે શું માંડી બેઠાં ? હૃદયની તીવ્રતાને અવગણી શકાય એમ નથી અને સમજણની સામાજીકતાને  ઉવેખાય એમ નથી ! બસ બે વચ્ચેનો તરફડાટ ગીતમાં સરસ રીતે આલેખાયેલો છે. લયથી લથબથ ગીત પ્રતીકોની રીતે પણ નાવીન્ય ધરાવે છે. કવિતાકલા કવિએ સરસ રીતે નીભાવી છે.

ભાવ અનુભવનાર એક પુરુષ છે અને છતાંય એને સફળ રીતે આલેખી શક્યા છે. સ્ત્રીના મનોભાવોને અનેક કવિઓએ સુપેરે વાચા આપી છે, એના હૃદયસ્પર્શી કાવ્યો રચાયા છે પરંતુ મોટાભાગે એ નવયુવતી અંગે અને ખાસ તો એના શૃંગારના ભાવોની આસપાસ રમે છે. અહીંયા લગભગ અછૂતો રહી ગયેલો ભાવપ્રદેશ છે. અલબત્ત થોડાં અપવાદો ખરાં, પણ આ વિષય હજી અણખેડાયેલો કહી શકાય જેને કવિઓએ નહીં, સમજદાર કહેવાતા સર્જકોએ પણ અવગણ્યો છે. આ ગીતમાં પણ શબ્દોમાંથી દૈહિક અભિપ્સાઓની આંધી છૂટે છે, જેને વાસ્તવ તરીકે સ્વીકારવી  પડે, પણ મને ગીતમાં જે અદૃશ્ય સંગીત સંભળાય છે છે, સાથની ઝંખનાનો સૂર અને પોતાના સૂરથી ઓજપાઈ જવાની ઘટના. હૈયામાંથી ઉઠતાં ગીતનું પોતાના હાથે ગળું ઘોંટવાની મજબૂરી અને એ કવિતાનું સત્ય છે, સૌંદર્ય છે.         

 

 

 

 

 

 

 

 

 

Advertisements

Responses

  1. મર્મ સ્પર્શી સરસ રચના

    Sent from my iPhone

    >

    • આપનો આભાર.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: