Posted by: Setu | ઓગસ્ટ 1, 2019

P4P Sharing

P4P Sharing – લતા હિરાણી  

રોજ સાંજે ઓફિસેથી ઘરે આવું ત્યારે મારી દીકરીઓના ખિલખિલાટ હાસ્યનું ગુંજન સાંભળવા આતુર હોઉં. કમ્પ્યુટર કોણ પહેલું વાપરે એની નિર્દોષ ચડાસાચડસી જોવાની મને મઝા પડે. ટિગી કંપયુટરના સ્ક્રીન સામે અને જોનુ ટીવીના સ્ક્રીન સામે ટગર ટગર તાકી રહેવાના પોતાના જ વર્લ્ડ રેકોર્ડને દર બીજા દિવસે તોડે છે. હું ઘણીવાર મજાક કરવા એકદમ ગંભીર બનીને કહેતો હોઉં છું કે તમારી આ સિદ્ધિની નોંધ લેવા ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ આવી પહોંચી છે. આમ તો બેઉએ પોતપોતાની સરહદોના પ્રદેશ આપસમાં નક્કી કરી લીધા છે પણ હોમવર્ક બાકી હોય ત્યારે કમ્પ્યુટર પર કબજો જમાવવા બંને વચ્ચે જંગ ફાટી નીકળે. એમનું મૌખિક યુદ્ધ પરાકાષ્ઠાએ હોય ત્યારે હું વચ્ચે પડીને પૂછું કે તમારે આ લડાઈનો ફેંસલો લાવી દેવો હોય તો પુલિસ આર્મરીમાંથી થોડાં શસ્ત્રો મંગાવી આપું ! બીજા કોઈ ઘરોમાં આવા બનાવોથી માબાપને હાર્ટએટેક આવી જાય પણ એનાને અને મને હંમેશ લાગ્યું છે કે બાળકો ખુશખુશાલ રહે એ માટે પેરન્ટ્સ તરીકે અમારે એમના પર ગુસ્સે થવાને બદલે કે એમને ધાકમાં રાખવાને બદલે એમની સાથે પ્રસન્નતાથી વર્તવું જોઈએ. મને લાગે છે કે અમે એમાં સફળ થયા છીએ અને અમારો આનંદી પરિવાર એનો પુરાવો છે. 

‘હેય પાઓ, તમે જલ્દી આવી ગયા. માઓ તો હજુ પાછી આવી નથી.’

એનાને કે મને યાદ નથી કે અમારી દીકરીઓએ અમને ક્યારેય માત્ર મોમ કે ડેડ તરીકે સંબોધ્યા હોય. મારા માટે એમના સંબોધનો હોય – પાઓ, પુલી, પુપાલૂલુ, પુપલી, પેર વગેરે.. એના માટેનું લિસ્ટ તો ઘણું લાંબુ અને ગૂંચવાડાભર્યું છે ; માઓ, મોમસ્ટર, મોંચીમંગા, આઈન્સ્ટાઈન (એ આશાએ કે એનું કંગાળ ગણિત સુધરે), નારાયણ, કાર્તિકેયન (એ આશાએ કે એનું ભયંકર ડ્રાઇવિંગ સુધરે), મેયો, મેયોનીઝ, મુમલા, માતે, મેર વગેરે……

‘પુલી, ચાલોને મૂવી જોવા જઈએ.’

‘બેટા, પણ ગયા રવિવારે તો ગયા હતા.’

‘હા, ગયો રવિવાર તો સદીઓ પહેલાં આવ્યો હતો.’

‘બરાબર પાંચ દિવસ પહેલાં’ હું પાકકી ગણતરી કરીને કહું છું.

‘બધું એકનું એક જ છે પાઓ’

‘ખરેખર ! મને લાગે છે કે મારે તારી સ્કૂલના પ્રિન્સીપાલ સાથે વાત કરીને જાણવું પડશે કે મારી દીકરીઓને સ્કૂલમા શું ભણાવવામાં આવે છે. તમારા બે કાન વચ્ચેના નારિયેળનો વાળ ઉગાડવા સિવાય બીજો કોઈ ઉપયોગ કરવાનો છે કે નહી ?’ – એમને ખીજવવાની મને મજા આવે છે.

બહાર ગાડીનું હોર્ન સાંભળીને ખબર પડે છે કે એના પણ ઓફિસેથી આવી ગઈ છે. એ ઘરમાં પગ મૂકે એ પહેલાં જ દીકરીઓ એને ઘેરી વળે છે.

‘આપણે મૂવી જોવા જઈએ પ્લીઝ, પ્લીઝ, પ્લીઝ…’ 

‘કયું મૂવી જોવું છે ?’ એનાને પીકચર જોવાનો ગજબનો શોખ છે અને મને સારું ખાવાનો. બાળકોને એની ખબર છે.

‘તારે જમીં પર જોવા જઈએ અને પછી ટમાટોઝમાં જઈએ. પ્લીઝ, પ્લીઝ, પ્લીઝ…’ એમની આ ફેવરીટ રેસ્ટોરાં છે અને મારી પણ.

કામ થઈ ગયું. બાળકોએ એક કાંકરે બે પક્ષી મારી મને અને એનાને પટાવી લીધા.

અમને આમાં બહુ મજા પડે છે. કોલાહલ, બહાર ફરવા જવા માટેની નિર્દોષ સોદાબાજી, ખાવાની બાબતમાં નખરા, સવારે સ્કૂલે જવાની દોડધામ, કપડાની પસંદગી, પરસેવા વગેરેની ગંધ છુપાવવા માટેના ડીઓડ્રન્ટ્સ, ભળતી જ સ્ટાઇલની હેરકટ, રવિવારની રાતોએ 11.30 વાગે અચાનક યાદ આવવું કે હજી હોમવર્ક બાકી છે !, ફાડવામાં આવેલા જીન્સ, મન થાય ત્યારે નાચવા મંડી પડવું, કાનમાં આઈપોડ સાથે મોટે-મોટેથી ગાવું અને મેકડોનાલ્ડ્સ નામનો શબ્દ સાંભળતા જ ખુશીનો ફૂવારો છૂટવો ! અમને બેઉને આ બધું બહુ ગમે છે.

બંને દીકરીઓ સ્વતંત્ર અને સર્જનાત્મક દિમાગ ધરાવે છે. રમતરોળા ન કરતી હોય ત્યારે કલાકો સુધી ગંભીરતાપૂર્વક પોતાનું  કામ કરી શકે છે અને ભણવામાં પણ ક્લાસમાં અવ્વલ નંબરે છે, પછી શું ચિંતા ? અને એવું ન હોત તો પણ કોઈ ચિંતા ન હોત !

‘થિંક એવરેસ્ટ (મનની શક્તિથી સાહસના શિખરોનું આરોહણ) – અતુલ કરવલ અનીતા કરવલ – P. 225-227  

 

 

 

 

 

 

 


Responses

 1. વાહ ખૂબ સરસ

  • Thank you very much

   Lata Hirani Poet, Writer, Columnist Ex. Executive Committee Member of Gujarat Sahitya Academy

   Columns – 2 Divya Bhaskar, Aaditya Kiran

   Total Publications – 17 (Gujarati)

   Awards – National Literacy Mission, Gujarat Sahitya Academy, Gujarati Sahitya Parishad, International Hindi Parishad

   On Sat, 9 Nov 2019, 3:36 pm સેતુ ~ લતા જ. હિરાણી, wrote:

   >


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: