Posted by: readsetu | ઓગસ્ટ 8, 2019

P4P Sharing 7

P4P Sharing 7

પેરન્ટિંગ ફોર પીસ એક વિચાર અભિયાન છે જે ખુશહાલ બાળપણ અને ખુશહાલ સમાજની વિભાવના લઈને ચાલે છે. એક IPS અધિકારી શ્રી હસમુખ પટેલના મનમાં આ વિચાર આવ્યો. એમણે સુરતમાં બીજ વાવ્યા અને આજે એની શાખા પ્રશાખાઓ ભારતભરમાં પ્રસરી ચુકી છે.

P4P ની વેબ સાઇટ છે. આપ Parenting for Peace લખશો એટલે નીચેની માહિતી તમને ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં મળશે. છતાં અહીં પણ મુકું છું. એ વિશે વિગતથી જાણવું તમને ગમશે.
……….

P4P શું છે?
બાળક ખૂબ જ પ્રભાવક્ષમ હોય છે. તે જે જુએ, અનુભવે તે શીખે છે. બચપણમાં તે પ્રેમ, આનંદ, સત્‍ય, અહિંસા, કરૂણાનો અનુભવ કરે તો તે શીખે છે. બચપણમાં તે હિંસા, અસત્‍ય, સંવેદનહીનતાનો અનુભવ કરે તો તે શીખે છે.

બાળક બચપણમાં જે પામે છે તે સવાયુ થઇને સમાજને પાછુ આપે છે. બાળકને થપ્‍પડ મારીને ટીવી બંધ કરાવીએ, ગ્રૃહકાર્ય કરવા બેસાડીએ કે વર્ગમાં શાંતિ રાખવાનો પ્રયત્‍ન કરીએ ત્‍યારે બાળક હિંસા શીખે છે અને મોટુ થઇને સમાજને પાછી આપે છે.
સમાજમાં અહિંસા અને શાંતિ જોઇતી હશે તો બાળકોને તેનો ભરપૂર અનુભવ કરાવવો પડશે.

P4P અભિયાન માબાપ, શિક્ષકો અને વાલીઓને બાળકને પ્રેમ અને આનંદભર્યુ બાળપણ આપવા, (અહિંસક, સંવેદનશીલ બાળઉછેર) માટે સક્ષમ બનાવવા પ્રયાસ કરે છે. તે માટે માબાપ અને શિક્ષકોની સમયાંત્તરે નિયમિત તાલીમ માટે પ્રયાસ કરે છે.

મુખ્‍યકાર્ય:

૧. અહિંસક, શાંતિપૂર્ણ, સંવેદનશીલ બાળઉછેર વિશે જાગૃતિ .
ર. વાલીઓ, શિક્ષકોની તાલીમ

કાર્યપધ્‍ધતિઃ

 આ વિચારમાં વિશ્વાસ ધરાવનાર અને તેમાં કાર્ય કરવાની ઇચ્‍છા ધરાવતા લોકોની શહેર કે નગરની ટીમ બનાવવી.
 ટીમ દ્વારા શાળાઓ/ વાલી મંડળો ના આમંત્રણથી વાલીઓ- શિક્ષકોના તાલીમ કાર્યક્રમ કરવા.

અપેક્ષિત પરિણામોઃ

(૧) વિશ્વશાંતિ માટે શાંતિપૂર્ણ અને અહિંસક( પ્રેમ અને આનંદભર્યા ) બાળઉછેરના મહત્‍વ વિશે માબાપ, શિક્ષકો અને સમાજમાં જાગૃતિ.
(ર) વધુ ને વધુ માબાપ અહિંસક અને શાંતિપૂર્ણ બાળઉછેર કરતાં થાય.
(૩) વધુમાં વધુ બાળકોને પ્રેમ અને આનંદભર્યુ બાળપણ મળે.
(૪) પ્રમાણિક નીડર નાગરિકો.
(પ) જવાબદાર, શિસ્‍તબધ્‍ધ અને આત્‍મવિશ્વાસથી ભર્યા ભર્યા બાળકો.
(૬) પ્રેમ, આદર અને સંભાળ પામતા વડીલો સૌથી વિશેષ – વિશ્વશાંતિ .

કોણ જોડાઇ શકે?

P4P કોઇ સ્‍વૈચ્‍છિક સંસ્‍થા (NGO ) નથી તે એક વિચાર અભિયાન છે. આ વિચારમાં વિશ્વાસ ધરાવનાર અને કામ કરવા ઇચ્‍છતી કોઇ પણ વ્‍યકિત કે સંસ્‍થા તેમાં જોડાઇ શકે છે.

બાળકને પ્રેમ અને આનંદભર્યુ બાળપણ આપવા માટેનું કોઇ પણ કામ P4P કામ છે. આવુ કોઇ પણ કામ કરવા ઇચ્‍છતી વ્‍યકિત અભિયાનમાં જોડાઇ શકે છે.

કેવી રીતે જોડાવુ?

જોડાઇને શું કરી શકાય?
 બાળકને પ્રેમ આનંદભર્યુ બાળપણ આપતી કોઇ પણ પ્રવૃત્તિ.કરી શકાય
 બાળકોમાં પ્રવૃત્તિ કરવાને બદલે માતાપિતા અને શિક્ષકોને બાળકોને પ્રેમ અને આનંદભર્યુ બાળપણ આપવા સક્ષમ બનાવવા તે વધુ મહત્‍વનું કામ છે કારણ કે તેથી બાળકને લાંબા સમય સુધી સતત એવુ બાળપણ મળે.

સ્‍વયંસેવક શું કરી શકે?
1. આપના નગરની P4P ટીમમાં જોડાવુ
2. આપના નગરમાં P4P ટીમ શરૂ કરવી.
3. ટ્રેનર તરીકે તાલીમ આપવી.
4. તાલીમ સામગ્રી તૈયાર કરવી.
5. તૈયાર તાલીમ સામગ્રીનો હિન્‍દી, અન્‍ય ભાષામાં અનુવાદ કરવો.
6. માબાપ, શિક્ષકોનું કાઉન્‍સેલીંગ કરવુ. ( કાઉન્‍સેલર તરીકે કામ કરવુ )
7. કાઉન્‍સેલીંગ સેન્‍ટર શરૂ કરવાં .
8. P4P ની હરતી ફરતી ઓફિસમાં સ્‍વયંસેવક તરીકે કામ કરવુ- પત્ર વ્‍યવહાર કરવો, રીપોર્ટ લખવો, સંપર્કો કરવા, ડીઝાઇન તૈયાર ન્‍યુઝ લેટરનું એડીંગ કરવુ, ઇત્‍યાદિ.
9. તાલીમ દરમિયાન સ્‍કીટ / ભવાઇ રજૂ કરવી.
10. P4P ને વાલીઓ – શિક્ષકોની તાલીમ કરવાની તક મળે તે માટે શાળાઓ/ સંસ્‍થાઓ તરફથી આમંત્રણ મેળવવા.
11. સામાજિક મેળાવડાઓ / અન્‍ય કાર્યક્રમમાં બાળઉછેરને લગતી વાત કરવાની તક ઉભી કરવી.
12. શાળાનાં બાળકોને બાળફિલ્‍મો બતાવવા માટે P4P સાથે MOU કરવું.
13. P4P શાળા બનો.
14. P4P શિક્ષક બનો.
15. P4P વાલી બનો અને અન્‍યોને બનાવો

Available in 3 Languages – English – हिन्दी – Gujarati on website

http://www.parentingforpeace.com


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: