Posted by: readsetu | ઓગસ્ટ 8, 2019

P4P Sharing 8

બાળ ઘડતર થકી વિશ્વશાંતિ (P4P) વિચાર અભિયાનના સ્થાપક શ્રી હસમુખભાઇ પટેલનો પત્ર  

બાળ ઘડતર થકી વિશ્વશાંતિની દિશામાં સંવાદ

Parenting For Peace  (P4P)   http://www.parentingforpeace.com

વ્હાલા મિત્રો,

બાળક ખૂબ જ પ્રભાવક્ષમ હોય છે. બચપણમાં તે જે અનુભવે છે તે શીખે છે. બચપણમાં તે પ્રેમ અને આનંદ અનુભવે તો મોટું થઇને તે પ્રેમાળ અને આનંદિત વ્યક્તિ તરીકે સમાજમાં પ્રેમ, આનંદ અને શાંતિ ફેલાવે છે. બચપણમાં તે પ્રતિક્રિયા કે હિંસાનો અનુભવ કરે તો મોટા થઇ સમાજમાં હિંસા અને અશાંતિ વધારે છે.

બચપણમાં કઠોરવ્રતધારી માતા પાસેથી ગાંધીજી વ્રત, ઉપવાસ અને પ્રતિજ્ઞાનું બળ શીખે છે, નોકરાણી રંભા પાસેથી રામનામ શીખે છે જે છેલ્લા શ્વાસ સુધી ટકે છે. બચપણમાં જોયેલ સત્યવાદી રાજા હરિશ્વંદ્રનુ નાટક તેમને સત્યના પૂજારી બનાવે છે આથી જ કડામાંથી સોનાની ચોરી પછી સામાન્ય રીતે અવ્યવહારુ લાગતો સત્યનો માર્ગ અપનાવી પિતા સમક્ષ કબૂલાત કરે છે. એ વખતના પિતાના વર્તનથી તેઓ અહિંસાનો પદાર્થ પાઠ શીખે છે અને આજીવન અહિંસાના પૂજારી બને છે.

“પક્ષી કઇ રીતે ઉડે છે?” તે શીખવનાર નવમા ધોરણના વિજ્ઞાન શિક્ષક પાસેથી નાનકડો કલામ આકાશમાં ઉડવાનું સપનું પામે છે અને પરિણામે આપણને પ્રખર અવકાશ વૈજ્ઞાનિક પ્રાપ્ત થાય છે. તેમની આત્મકથા અગનપંખ વાંચશું તો આ ઓલિયા રાજપુરુષનાં સંસ્કાર બીજ બચપણમાં જ જોવા મળશે. આ વાત સૌને લાગુ પડે છે. આપ અને હું આજે જે કંઇ છીએ તેના બીજ તો  બાળપણમાં જ વવાઇ ગયેલાં હતાં. મનોવૈજ્ઞાનિકો સંમત થશે કે કોઇપણ અપવાદ વિના આ વાત સાચી છે.

બાળપણ આટલુ મહત્વનું છે તેની આપણામાંથી મોટાભાગનાને ખબર હોતી નથી પરિણામે મોટાભાગના બાળક અસંખ્ય પીડાજનક અનુભવોમાંથી પસાર થાય છે અને તેમાંથી તેનું વ્યક્તિત્વ ઘડાય છે. આવી વ્યક્તિ સમાજમાં હિંસા, પીડા, શોષણ, ભેદભાવ જેવી નકારાત્મક બાબતો જ ફેલાવી શકે અને તેથી જ આપણા જાણીતા શિક્ષણવિદ સ્વ.મનુભાઇ પંચોળી, દર્શક બાળ ઉછેરને વિશ્વશાંતિ ની ગુરુકિલ્લી કહે છે. આ સંદેશો દરેક માબાપ, શિક્ષકો, વડીલો અને ખાસ કરીને માબાપ થવાનાં હોય તેવાં યુગલોને પહોંચે તેવી આ અભિયાનની નેમ છે. આ હેતુથી જ અભિયાનમાં જોડાએલ મિત્રો પોતાની વ્યવસાયિક જવાબદારીઓની વચ્ચે પ્રતિબધ્ધતાપૂર્વક પ્રયાસરત છે. આ મિત્રો અભિનંદનના અધિકારી છે.

આ વિચારમાં માનનાર અસંખ્ય લોકો આ વિશ્વમાં છે. તેઓ અમારી જેમ જ અને ઘણાં બધા તો અમારા કરતાં પણ વિશેષ પ્રયત્નો આ દિશામાં કરી રહ્યા છે. તેઓ સંગઠિત થાય, એકબીજાને સહાયભૂત થાય અને વધુ નક્કર કામ થાય, તેઓનો અવાજ વધુ સ્પષ્ટ રીતે લોકોને સંભળાય, સંસ્કૃતિની સૌથી મહત્વની અને પાયાની બાબતમાં વ્યાપ્ત અંધારુ ઉલેચાય અને અજવાળું પથરાય તે હેતુથી આપણે સૌ એકઠા થયાં છીએ.

હું આપ સૌનો આભારી છું. એ ન ભૂલીએ કે કોઇપણ આંદોલન સાચી સફળતા ત્યારે જ પ્રાપ્ત કરે છે જ્યારે તેનું નેતૃત્વ જેણે શરુ કર્યુ હોય તેના હાથમાં ન રહે. મહત્વ છોડીએ અને બીજા લોકોને નેતૃત્વ આપીએ, આપણાથી સક્ષમ નેતૃત્વ તૈયાર કરીએ. આશા છે કે આપણાં કરતાં પણ વધુ દ્રઢતા અને પ્રતિબધ્ધતાપૂર્વક આ અભિયાનને આગળ ધપાવી શકે તેવા અનેક નેતાઓ તૈયાર કરી સમગ્ર વિશ્વમાં વધુમાં વધુ બાળકોનું બાળપણ પ્રેમ અને આનંદભર્યુ બને તે દિશામાં આપણે સૌ સફળ થઇશુ. ઇશ્વરનાં પ્રતિનિધિ એવા બાળકોના જ આશીર્વાદ માગીએ.

આપ આપના પ્રશ્નો કે આપને વધારે વિગત જોઈતી હોય તો લતાબહેન હિરાણીને અહી મેસેજથી કે ફોન પર પૂછી શકો છો અથવા નીચે આપેલ email એડ્રેસ પર લખી શકો છો.  

આભાર સહ

હસમુખ પટેલ સ્થાપક P4P                                                         

IPS (ગાંધીનગર)                                                                                                                              

parentingforpeace1@gmail.com      

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: