Posted by: readsetu | ઓગસ્ટ 13, 2019

Kavyasetu 392

Thank U Divya Bhaskar ! शुक्रिया दिव्य भास्कर ! for my Column Kavyasetu since 2011  

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 392 > 12 ઓગસ્ટ 2019  

શું ફરક પડે છે ? – લતા હિરાણી  (મૂળ લેખ)

ઉખડી જવાની શંકા છતાં

હું જામી પડું,

અને શંકા સાચી પણ પડે,

મને લોકો નાકહેવામાં ખચકાતા નથી

તોય હું પાછું

પૂછી પણ લઉં !

બેસવા માટે તેઓ

પાછલી પાટલી આપી દે કદી

શું થયું ?

હું બેસી પણ જાઉં !

ચહેરો જોઈ, ફિક્કુ હસી,

મોં ફેરવી લેનાર છે ઘણા,

એના ચહેરા સામે જ

પાછી ઊભી પણ થાઉં !

તમે મને વાંચો

અને હુહકહી પાનું ઉથલાવી દ્યો

શક્ય છે,

બીજે પાને

બીજી વાતે હું ફરી પણ મળું !

મસ્તિક સાથે કાન જગ્યાએ જોડાયેલા છે

જ્યાં તમારાં છે

હતું અઘરું

તોય

આંખ આડે કાન કરવાની કળામાં મને રસ પડ્યો.  ….. કુસુમ પટેલ વિવેકા

અહીં શબ્દો એકદમ સાદા છે, શૈલી સરળ છે, હળવાશથી આખી વાત વ્યક્ત થઇ છે, એવી જ નિરાંતથી અંત મૂકી દીધો છે અને પૂરું થતાં જ મનમાં એકદમ ઝબકારો થાય છે. અરે ! આમ સાદી સીધી રીતે વ્યક્ત થયેલા શબ્દો પાછળ આત્મવિશ્વાસ કેવો અડીખમ ઊભો છે ! કહેવું પડે ! એક સ્ત્રીએ પોતાનું આત્મસમ્માન જાળવવા કેવો રસ્તો અપનાવ્યો છે ! ‘હાર નહીં માનેંગે’ અટલબિહારી બાજપેજીના શબ્દો યાદ આવે ને !

નારીવાદનો ઝંડો લઈને ફરવામાં કે ફરકાવવામાં મને કોઈ રસ નથી પણ આ સચ્ચાઈ સામે નતમસ્તક થવું જ પડે. રોજબરોજ ઘરમાં સતત નકાર પામતી સ્ત્રી, ડગલે ને પગલે લગભગ હડધૂત થતી સ્ત્રી આ બાબતને સહેલાઇથી સ્વીકારી લે છે અને તોય અંદર પોતાનું સ્વત્વ જાળવી રાખે છે. એ કોઈ વિરોધ નથી કરતી, કોઈ વિદ્રોહ નથી કરતી અને છતાંય આ બધી અવગણના સામે ‘આંખ આડે કાન’ ધરવાની ‘કળા’ કેળવી લે છે ! એમ કરીને જાતનો જુસ્સો જાળવી રાખવાની યુક્તિ શીખી લે છે. 

કેટલી સરળતાથી અને કાવ્યાત્મક રીતે નાયિકા કહે છે ! ઉખડી જવાની શંકા છતાં હું જામી પડું, અને શંકા સાચી પણ પડે ! પ્રયત્ન અને નિષ્ફળતાની રજૂઆત આસાનીથી થઈ છે. લોકો ના પાડી દે તોય સંકોચ રાખ્યા વગર ફરી પૂછી લેવાની એને ટેવ છે. કેમ કે જવાબ મેળવવાની ઝંખના અદમ્ય છે. નાયિકાને બેસવું છે, સૌની સાથે, કદાચ આગલી હરોળમાં પણ એને પાછલી પાટલી યે સદભાગ્યે મળી જાય તો કોઈ સંકોચ વગર એનો સ્વીકાર છે ! ચાલો, આજે પાછળ છીએ તો કાલે આગળ આવવાની તક ખરી ! ખસી જવામાં કે છોડી દેવામાં કોઈ બુદ્ધિમાની નથી જ ! કવયિત્રીના વિચાર સાથે સહમત થવું  જરાય અઘરું નથી.

તમે મને વાંચો અને હુહકહી પાનું ઉથલાવી દ્યો, શક્ય છે, બીજે પાને, બીજી વાતે હું ફરી પણ મળું ! ટકી રહેવાનુ તો કોઈ આમ શીખે. ઉત્ક્રાંતિનો સિધ્ધાંત યાદ આવે. ગમે એવી વિષમ પરિસ્થિતિમાં ટકી રહેવાની, જીવી જવાની તાકાત કેળવાઈ ન હોત તો માનવજાતિનું અસ્તિત્વ ન હોત ! આજે વિમાન કુશળતાથી ઉડાડી જાણતી કે બ્રહ્માંડના રહસ્યો ઉકેલવામાં ભાગીદાર બનતી સ્ત્રી જાતિના સંઘર્ષની યાત્રા કદાચ આટલી જ લાંબી છે.  

 

મસ્તિક સાથે કાન જગ્યાએ જોડાયેલા છે, જ્યાં તમારાં છે હતું અઘરું તોય, આંખ આડે કાન કરવાની કળામાં મને રસ પડ્યો.એક રૂઢિપ્રયોગને વણીને, સરળ ભાષામાં સહજ શૈલીમાં કલાત્મક રીતે એક વિચાર, એક પરિસ્થિતી વ્યક્ત કરવાની અને એના સાર દ્વારા ચોટ પહોંચાડનાની કળા આ અછાંદસ કાવ્યમાં સિદ્ધ થઈ છે. અછાંદસ કાવ્યોનું આ મુખ્ય અને અનિવાર્ય લક્ષણ કહી શકાય.   

 

 

      


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: