Posted by: Setu | ઓક્ટોબર 16, 2019

P4P Sharing 46

P4P Sharing 46  હિરલ શાહ – સ્વાનુભવ શ્રેણી ભાગ 7  

જો બાળકોને પ્રેમધીરજઆંતરિક શક્તિssસમતા વગેરે શીખવવું હોય તો  આચરણમાં મૂકવું  પડશે

જિનાના ટેનિસના કોચિંગમાં ગયેલાપાછા વળતી વખતે એક મિત્રના ત્યાં જવાના હતા.

વિરાજને હું પાછળથી લઇ જઇશ એવું નક્કી કરીને જિના મારી બહેનપણી સાથે બેઠી.

વિરાજ જીદે ચઢ્યો. મૂળ કારણ હતું કે વિરાજ બહુ  ઉંઘમાં હતો.

એની જીદ હતી કે આપણે બધા એક  કારમાં એમનાં ઘેર જઇએ.

 નાનું બાળક એને સમજમાં નહોતું આવતું કે તો પછી આપણી કાર ત્યાં કેમ મૂકીને જવાય?

ત્રણ વરસનો છોકરોબહુ  આકરી એની જિદ.

પણ આવા સંજોગોમાં  આપણે બાળકને કેમ સમતા રાખવી  શીખવી શકીએ.

ઘણાં લોકો ઘાંટા પાડીને કે થપ્પડ મારીને બાળકોને એક મિનિટમાં કાબૂ કરી લે.

પણ  રીતે આપણે બાળકોને શું શીખવીએ?

જો બાળક આપણું કહ્યું નથી કરતું તો એનાં એની પાસે ચોક્કસ કારણો હોય છે.

અહી વાંક મારો હતો કે વિરાજ ઊંઘમાં આવ્યો હતો છતાં અમે ગયા.

વિરાજ ગુસ્સે થયો. પગ પછાડ્યા

બેટા તું આમ કરે છે તો મને હર્ટ થાય છે.

યુ આર નોટી મમ્મી

હા, બેટા

આઈ ડોન્ટ વોન્ટ ટુ કમ

હા બેટા

યુ આર નોટ લીસનિંગ મી.

હા બેટા, હું તને સાંભળું છું.

આવા સંવાદો ચાલ્યા રાખ્યા. મારી સતત હા સાંભળી અંતે એનો પ્રતિકાર શાંત થઈ ગયો. એ ખોળામાં સૂઈ ગયો અને અમે નક્કી કરેલા ઠેકાણે પહોંચ્યા.    

આવા અનુભવોમાં આપણે કેવું વર્તન કરીએ છીએ તે બાળક માટે વ્યક્તિત્વ વિકાસની સીડી બને છે.

આપણે સૌથી પહેલાં તો આવી પરિસ્થિતિમાં ઇમોશનલી ડિટેચ થવું પડે.

આંતરિક શક્તિ કેળવવી પડે.

લોકો શું કહેશે એનો વિચાર પડતો મૂકીને

અસહ્ય પરિસ્થિતિમાં શાંત કેમ રહેવું? સમજ કેમ કેળવવી? વગેરે આપણું વર્તન એમને સમજાવશે’  વાત સતત યાદ રાખવી પડશે.

ધેટ ઇઝ ઓકેઆઇ અન્ડસ્ટેન્ડસમજું છું કે તારા માટે અઘરું છેમને પણ તારી તકલીફ સમજાય છે,

તું શાંત થાઆપણે વાતને સમજીએ. હોઇ શકે મને તારી વાત સમજાઇ નથી રહી.

તું બોલતારે એનાં ઘરે જવું છે તો આપણે જઇએ  છીએ ને બેટા.

હું તને બહુ  પ્રેમ કરું છું. વગેરે પ્રેમ ભીના શબ્દોથી સતત બાળકને સાંત્વના આપવી  પ્રથમ ફરજ છે.

ઘણીવાર બાળક એની જિદમાં રસ્તા પર આળોટેવસ્તુ ફેંકેઆપણી પર શારિરીક જોર અજમાવે.

ત્યારે જરાક કડક આંખ કરીએ તે બરાબર છે પણ અંતરમાં આવા સમયે તેના માટે માત્ર કરુણા અને પ્રેમ  હોવા જોઇએ.

વિચારો સતત પ્રવાસ કરે છે. આંતરિક શક્તિ અને પ્રેમ બહુ ગજબના હથિયાર છે.

 વાતો બાળકો આપણા વર્તનમાંથી  શીખશે.

સૌથી પ્રથમ તો ઘરના દરેક સભ્યો સાથે આપણો પ્રેમાળ વ્યવહાર બાળકો માટે આદર્શ છે.

કોઇ સલાહ – સૂચન વગર  બાળકો અનુકરણથી  વધુ ઘડાય છે.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: